દિલ્હી-

દિલ્હીની રોહિણીની બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલના પાર્કિંગમાં મહિલા પાસેથી ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને હોસ્પિટલના 2 એક્સ બાઉન્સરે આ ઘટનાને અંજામ આપ્યો છે. આ ઘટના 30 થી 31 ઓક્ટોબરની રાતની છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે હોસ્પિટલના પાર્કિંગમાં મહિલા સાથે ગેંગરેપના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં 31 ઓક્ટોબરના રોજ એફઆઈઆર નોંધી. હવે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિત, 30 વર્ષિય મહિલા, એક પરિચિત સાથે હોસ્પિટલમાં આવી હતી અને દર્દીઓની સંભાળ રાખવા માટે રચાયેલ આશ્રયસ્થાનમાં રોકાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ 2 એક્સ બાઉન્સરો અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડએ મહિલાને ધમકી આપી હતી અને પૂછ્યું હતું કે તમે અહીં કેવી રીતે રહો છો, અને ત્યારબાદ વેરિફિકેશનના નામે હોસ્પિટલના પાર્કિંગમાં એક અલાયદું સ્થાને લઈ જઇ ગેંગરેપ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 22 વર્ષીય મનીષ, 24 વર્ષીય પ્રવીણ તિવારી અને 33 વર્ષીય કવર પાલની ધરપકડ કરવામાં આવી છે.