અરવલ્લી : ગત શનિવારે સાંજે મોડાસાના કોલેજ કેમ્પસમાં આવેલા ભામાશા હોલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનો અભિવાદન સમારોહ યોજાયો હતો તેમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટતા સરકારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને બહાર પાડેલી ગાઈડલાઈનનો સારેઆમ ઉલાળીયો થતા જીલ્લા કોંગ્રેસ સમિતિએ એસપી સંજય ખરાતને આવેદનપત્ર આપી સી.આર.પાટીલના કાર્યક્રમની મંજૂરી મેળવી હતી કે નહિ અને મંજૂરી ન લીધી હોય તો કાયદેસરના પગલાં ભરવાની માંગ કરી હતી. આવેદનપત્ર આપતા સમયે ખુદ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જીલ્લાના રોડ રસ્તાની ખખડધજ હાલત અંગે પણ રજુઆત કરી હતી. અરવલ્લી કોંગ્રેસ જીલ્લા પોલીસવડા સંજય ખરાતને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના કાર્યક્રમમાં ૫૦૦ જેટલા લોકો હોલમાં એકઠા થયા હતા જેમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર જોવા મળ્યા હતા અને કોરોના વાયરસનું સંક્રમણ વધવાની ભીતિ સેવી હતી મંજૂરી વગર કાર્યક્રમ યોજાયો હોય તો કાર્યક્રમ યોજનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં માંગ કરી હતી. તદુપરાંત જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ માર્ગો બિસ્માર હાલત થઇ છે જવાબદાર તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. અકસ્માતમાં લોકોના જીવ બચે અને રોડ રસ્તાનું સમારકામ થાય તે અંગે જે તે જવાબદાર તંત્ર સામે રજૂઆત કરી હતી.