દિલ્હી-

દિલ્હીની સરહદે ખેડુતોનું આંદોલન ચાલુ છે. દરમિયાન ગતરોજ એક પોસ્ટરને લઇને ભારે વિવાદ થયો હતો. ભારતીય કિસાન યુનિયન એકતા ના પોસ્ટરમાં ઉમર ખાલિદ, શર્જીલ ઇમામ અને અન્ય લોકોના પોસ્ટરો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ હવે યુનિયન દ્વારા આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે.

ભારતીય કિસાન યુનિયન એકતા (ઉગ્રહાન) ના નેતા ઝંડા સિંઘ કહે છે કે અમારી સંસ્થા વતી ફક્ત પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ બધા બૌદ્ધિક છે અને અમારી માંગ છે કે જે બુદ્ધિજીવીઓને જેલમાં રખાયા છે તેમને મુક્ત કરવામાં આવે. ઝંડા સિંહના જણાવ્યા અનુસાર 30 સંગઠનો દ્વારા સરકારને અપાયેલા માંગ પત્રો પૈકી, બૌદ્ધિક અને ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. આ બધા બૌદ્ધિક છે, તેથી કોઈ વિવાદ હોવો જોઈએ નહીં.