રાનકૂવા, તા. ૮ 

ગણદેવી પીપલ્સ બેંક સર્કલ ધનોરી નાકા પર ગણદેવી નગરમાં પ્રવેશવાના માર્ગ ખૂબ જ સાંકડો છે. એને કારણે નગરમાં પ્રવેશ તા કે નગરની બહાર જતા વાહનોને ભારે તકલીફ પડે છે. ગણદેવી ખારેલ માર્ગ વિસ્તરણ થયું ત્યારે પણ સર્કલને વિકસાવવાની જોરદાર માંગણી કરી હતી. પીપલ બેંક સર્કલની આજુબાજુ આવેલ ઝાંખરા અને થાંભલાઓના દબાણો હટાવી સર્કલની ચારે દિશાઓને ખુલ્લી કરવાની માંગણી પણ બુલંદ કરાઈ હતી.થોડા દબાણ હટાવ્યા પણ હતા પરંતુ ગણદેવીના પ્રવેશનો માર્ગ પહોળો કરવા સહિતની રહી ગયેલી માંગણીઓએ ફરી પાછો અવાજ ઉઠાવ્યો છે. આ વિસ્તારમાં રહેતા નાગરિકોએ આ સર્કલને સજ્જ કરવા માટેની માગણી કરી છે. આ સર્કલ પાસે આવેલ બસ સ્ટેશન આ માર્ગના વિસ્તરણ વખતે ચારેક વર્ષ પહેલાં તોડી પાડયો હતો. તે પુનઃ બાંધવામાં આવેલ છે.જે રિક્ષા સ્ટેન્ડ હતું એને પણ વિસ્તારવામાં આવે એવી માંગણી બુલંદ બની છે. સંસ્કાર ધામ સોસાયટીમાં રહેતા ગોપાલજીભાઈ અને અન્ય સિનિયર સિટીઝનોએ બાકી રહી ગયેલી માંગણીઓ દોહરાવી છે. શાંતિનિકેતન સોસાયટી ગોકુલધામ સોસાયટી સુગર એપાર્ટમેન્ટ સહિત સર્કલની આજુબાજુ રહેતા સિનિયર સિટીઝન અને મહિલાઓએ આ માંગણીને અનુમોદન આપ્યો છે.આ સર્કલ પાસે જ જેમના ધંધા-વ્યવસાય છે એવા વેપારીઓએ પણ એને સમર્થન આપ્યું છે.નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રાણલાલ પટેલ જણાવ્યું કે આ સર્કલને વિકસાવવું જોઈએ અને ત્યાં બસ સ્ટેશન બનાવવું જોઈએ. નવું બીજુ બસ સ્ટેશન બનાવવા માટે તેમણે સાંસદ સી. આર. પાટીલને રજૂઆત કરી છે.તેઓ તેમના સાંસદ ફંડમાંથી આ માટે ફાળો ન હોવાનું તેમણે જણાવ્યું છે .