15, ઓક્ટોબર 2020
બનાસકાંઠા-
બનાસકાંઠાના દિયોદરના એપીએમસીસની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં વર્તમાન ચેરમેન શિવાભાઇ ભૂરિયાની પેનલની હાર થઇ છે.. અને ઇશ્વરભાઇની પેનલની જીત થઇ છે. ૧૬ બેઠકમાંથી ૧૦ બેઠક પર ઇશ્વરભાઇના તરફી સભ્યોની જીત થઇ છે.
ખેડૂત વિભાગમાં ઇશ્વરભાઇ તરફે ૧૦ બેઠક પર જીત થઇ છે. શિવાભાઇ ભૂરિયાએ તેલિબિયા વિભાગની બે.. જયારે વેપારી વિભાગની ૪ બેઠક મળી કુલ ૬ બેઠક ઉપર જીત મેળવી છે.