07, એપ્રીલ 2022
કોંગ્રેસના સેવા દળ આયોજિત ‘આઝાદી ગૌરવ યાત્રા’નો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ગાંધી આશ્રમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ગાંધીજીને સુતરની આટી પહેરાવી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ યાત્રા દસ દિવસમાં પાંચ જિલ્લા ફરશે. આ પદયાત્રા દરમિયાન ત્રણ લાખથી વધુ લોકો સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે.