ગાંધીનગર-

એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પાટીદારોને OBCમાં જોડવા અંગે કહ્યું હતું કે, ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. જેમાં રાજ્યો OBCમાં જ્ઞાતિનો સમાવેશ કરી શકશે. કોઈપણ જ્ઞાતિ જો OBCમાં જોડાવાપાત્ર હશે ત્યારે તેનો સરવે કરવામાં આવશે. જે તે જ્ઞાતિનું સંગઠન માંગણી કરશે તો નિયમ મુજબ તેનો સરવે કરવામાં આવશે. રાજ્ય સરકાર પાસે હાલમાં કોઈપણ જ્ઞાતિની OBCમાં જોડાવાની માંગ આવી નથી. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યક્રમ બાદ પાટીદારોને OBCમાં અનામત આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે પાટીદારોને અનામતનો મુદ્દો અત્યારથી ગરમાઈ રહ્યો છે. નીતિન પટેલે જણાવ્યું છે મહત્વનું છે કે પહેલા સત્તા કેન્દ્ર પાસે હતી તે રાજ્યોને આપવામાં આવી છે, પરતું હાલ કોઈ પણ કોઈપણ જ્ઞાતિની ઓબીસીમાં જોડાવાની માંગ આવી નથી તેવું પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા જણાવાયું છે.