મા નર્મદાની પૂરી પરિક્રમા દરેક ભક્તો કરી નથી શકતા ત્યારે નર્મદા નદીની પૂર્ણ પરિક્રમા જેટલું જ ધાર્મિક મહત્ત્વ ઉતરવાહિની નર્મદા પરિક્રમાનું છે. રાજપીપળા નજીક તિલકવાડાથી રામપુરા વિસ્તારમાં માત્ર ચૈત્ર મહિનામાં આ પરિક્રમા કરવામાં આવે છે. બે વર્ષથી કોરોનાકાળને કારણે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે મંજૂરી અપાઈ છે ત્યારે ચૈત્ર મહિનામાં રોજ દૂર દૂરથી આવીને ભક્તો નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. તસવીરો ઃ કેયુર ભાટીયા