ન્યુ દિલ્હી,તા.૩

લદ્દાખની સરહદ પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે તણાવની Âસ્થતિ યથાવત છે. ચીન સરહદ પર સતત અલગ-અલગ ગતિવિધિ કરી રÌšં છે. ત્યારે હવે એવી માહિતી મળી છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતના વિરોધ છતા પણ ચીન અબજા ડોલરની સીપીઈસી હેઠળ નિર્માણ કામને ઝડપી બનાવી રÌšં છે. 

ચીને સીપીઈસી હેઠળ પીઓકેમાં ૧૧૨૪ મેગાવોટની એક વીજળી પરિયોજનાને લીલી ઝંડી આપી છે. રિપોર્ટ પ્રમાણે કોહાલા હાઇડ્રોઇલેÂક્ટ્રક પ્રોજેક્ટની વિગતો સોમવારે પાકિસ્તાનના ઉર્જામંત્રી ઉમર અયૂબની અધ્યક્ષતાવાળી પ્રાઇવેટ પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડની ૧૨૭મી બેઠક દરમિયાન રજૂ કરવામાં આવી. બેઠકમાં જણાવ્યું કે ચીન અને પાકિસ્તાને આર્થિક કોરિડોર હેઠળ ૧૧૨૪ મેગાવોટની કોહાલા હાઇડ્રોઇલેÂક્ટ્રક પ્રોજેક્ટ માટે એક ત્રિપક્ષીય સમજૂતી કરી છે. આ સમજૂતી પર ચીનની થ્રી ગોર્જેજ કોર્પોરેશન, પીઓકેના અધિકારી અને પીપીઆઈબીએ હસ્તાક્ષર કર્યા છે. ઝેલમ નદી પર નિર્માણ થતા આ પ્રોજેક્ટ પર લગભગ ૨.૪ અબજ ડોલરનો ખર્ચ કરાશે. માહિતી મુજબ પીઓકેમાં કાશ્મીર અને લદ્દાખના ગિલગિત-બાÂલ્ટસ્તાનથી થઈ પસાર થતા ૩૦૦૦ કિલોમીટર લાંબા સીપીઈસીનું નિર્માણ ચીન અને પાકિસ્તાન મળીને કરી રહ્યા છે.