24, ફેબ્રુઆરી 2022
એક તરફ સૌથી લાંબો પ કિ.મી.ના ફલાયઓવર બનાવવાની યોજનાને પોતાની સિદ્ધિમાં ખપાવી રહેલા ભાજપાના શાસકોએ છેલ્લા ૨૫ વર્ષના શાસનમાં વડોદરાની તમામ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા સમી ઈમારતો તરફ ગુનાહિત બેદરકારી સેવી છે. અત્યંત રૂઆબદાર ઈમારત ન્યાયમંદિર ઉકરડો બની રહી છે પણ સરકારના ખિસ્સામાંથી એની ચાવી સેરવી લાવવામાં શાસકો સદંતર નિષ્ફળ ગયા છે, એનો એક વધુ દાખલો એટલે ‘કાલાઘોડા બ્રિજ’ એક સમયે નેશનલ હાઈવે પર આવેલો આ બ્રિજ ગંભીર દુર્લક્ષને કારણે આજે બીસમાર થઈ ગયો છે. શાસકો કાલાઘોડા પર બેેઠેલા સ્વપ્નદૃષ્ટા અને વડોદરા જેમની સ્વપ્નનગરી છે તે સર સયાજીરાવ ગાયકવાડની બે આંખની શરમ રાખે તો સારું. તસવીર ઃ કેયુર ભાટીયા