24, ફેબ્રુઆરી 2021
દાહોદ : સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓના તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જાેતરાયા છે. તેવા સમયે દાહોદના આંગણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનું આગમન થતાં તેઓનું દાહોદ ખાતે બાઇક રેલીનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમા ૧૧૧૩ થી પણ વધુ બાઈક જાેડાઈ હતી. આ ભવ્ય બાઇક રેલી ઉસરવાણ થી નીકળી શહેરના રાજમાર્ગો પર ભારત માતાકી જયના બુલંદ નારા સાથે ફરી દાહોદ ઇન્દોર હાઇવે પર આવેલ મહિન્દ્રા શોરૂમની સામે ના મેદાનમાં સભા સ્થળે આવી બાઇક રેલીનું સમાપન થયું હતું અને રેલી સભાના રૂપમાં ફેરવાઈ હતી. આ બાઈક રેલી તેમજ સભામાં ઉપસ્થિત જંગી જનમેદનીમાં કોરોનાને લોકો ભૂલી ગયા હતા અને સોશિયલ ડિસ્ટન્સ ના ખુલ્લેઆમ ધજાગરા ઉડયા હતા. બાઇક રેલી તેમજ સભામાં ઉપસ્થિત મોટાભાગના લોકો માસ્ક વિનાના જાેવા મળ્યા હતા. આ સભા પ્રસંગે જંગી જનમેદની વચ્ચે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું ભાજપના હોદ્દેદારો તથા આગેવાનો દ્વારા શાલ ઓઢાડી ચાંદીનું ભોરીયુ પહેરાવી આદિવાસી પરંપરા મુજબ બંડી પહેરાવી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આ સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ પાટીલે દાહોદ નગરપાલિકા જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજય બનાવવા આહવાન કર્યું હતું અને જીત માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સભામાં મંત્રી બચુભાઇ ખાબડ જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર દાહોદ જિલ્લા પ્રભારી અમિતભાઈ ઠાકર ધારાસભ્ય રમેશભાઈ કટારા શૈલેષભાઈ ભાભોર સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજની યોજાનાર ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓના તેમજ અપક્ષ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જાેતરાયા છે. સભામાં ઉપસ્થિત જંગી જનમેદનીમાં કોરોનાને લોકો ભૂલી ગયા હતા