દ્રારકા-

કોરોના મહામારી વચ્ચે દ્રારકા પંથકના ગામ નજીકથી એસઓજીએ 6 કિલો 736 ગ્રામ વજનનું ચરસ ઝડપી પાડ્યુ છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક ચૌહાણને બાતમી મળી હતી કે, દ્વારકામાં મોટી કિંમતનું ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જેએમ પટેલ અને તેમની ટીમ સક્રિય થઈ હતી. એસઓજીની ટીમે આખો દિવસ તૈયારી કરીને રાત્રે ઓપરેશન પાર પાડ્યું હતું. દ્રારકાના મીઠાપુર નજીક મોજપ ગામે એસઓજી પોલીસે 6 કિલો 736 ગ્રામ વજનનું ચરસ પકડ્યુ છે. જેમાં અબ્બાસ સુરા અને આસાર્યા ભા નામના શખ્સ પાસેથી 6 કિલો 736 કિલોનું ચરસ પડકાયું છે. આ ચરસની કિંમત 10,10,300 રૂપિયા છે. જ્યારે કે એક આરોપી ભાગી છૂટવામાં સફળ નીવડ્યો હતો. બંને આરોપીને મીઠાપુર પોલીસ સ્ટેશનને સોંપાયા છે. જેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.