છોટાઉદેપુર ટાઉનમાં ચોરીમાં સંડોવાયેલા આરોપીને પાસા
18, સપ્ટેમ્બર 2021

છોટાઉદેપુર

હરેકૃષ્ણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લના એવા આરોપીઓ કે જે એક થી વધુ મિલ્કત સબંધી કે શરીર સબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોય અને જાહેર સુલેહ શાન્તિનો ભંગ કરે અથવા ચોરી છુપી રીતે પોતાની ગે.કા પ્રવૃતિ ચાલુ રાખતો હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે મુજબ આફતાબ ઉર્ફૅ અપ્પુ હુસેનભાઇ પંજાબી (મુસ્લીમ) રહે.છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર, વસેડી કૌસર મસ્જીદની સામે ઝોઝ રોડ તા.જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ આજરોજ પાસા હેઠળ અટકાયત કરી “ મહેસાણા જિલ્લા ” જેલ ખાતે મોકલી આપેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution