વડોદરા, તા. ૨

મધ્ય ગુજરાતની સૈાથી મોટી અને ગરીબોની બેલી તરીકેની ઓળખ મિટાવવા માટે પ્રયાસ કરી રહેલા સયાજી હોસ્પિટલના સત્તાધીશો-કર્મચારીઓનો વધુ એક માનવતાવિહોણો કિસ્સો સપાટી પર આવ્યો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાનાં પગમાં ઓપરેશન કરીને સળિયો નાખ્યાં બાદ સયાજી હોસ્પિટલના સ્ટાફે વૃદ્ધાને રોડ પર બિનવારસી અને નિઃસહાય હાલતમાં તરછોડી દીધી હતી. રાતભર ફૂટપાથ પર ઠંડીમાં કણસી રહેલી વૃદ્ધા પર આજે સવારે મોર્ન્િંાગવોકમાં નીકળેલા ભાજપાના મહિલા કાઉન્સિલની નજર પડતાં તેમણે વૃદ્ધાને ફરી સયાજી હોસ્પિટલમાં દાખલ કરાવી તેની સારવાર શરૂ કરાવી હતી. જાેકે, આબરું જવાની બીકે સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ ફરી મોંઢું સંતાડવાનો પ્રયાસ કરી માધ્યમો સમક્ષ આવવાનું ટાળતાં હવે કિસ્સો રાજયકક્ષાના આરોગ્ય મંત્રી સુધી પહોંચાડવા માટે મહિલા કોર્પોરેટરે તજવીજ હાથ ધરી છે.

શહેરના વોર્ડ-૧૩ના ભાજપાના કોર્પોરેટર જાગૃતીબેન કાકા આજે રાબેતા મુજબ તેમના પુત્ર સાથે કમાટીબાગમાં મોર્ન્િંાગવોકમાં ગયા હતા. તેઓ કમાટીબાગથી જેલરોડ થઈ ઘરે જતાં હતાં તે સમયે તેઓએ સયાજી હોસ્પિટલની પાછળ ફૂટપાથ પર પગમાં ઓપરેશનના કારણે ગોળ રીંગ બાંધેલી હાલતમાં એક વૃદ્ધાને દર્દથી કણસતી જાેઈ હતી. તેમણે તુરંત વૃદ્ધા પાસે જઈને વાતચીત કરી હતી પરંતુ વૃદ્ધા કંઈ સ્પષ્ટ બોલી શકે તેવી હાલતમાં નોહતી પરંતુ તપાસ દરમિયાન આ વૃદ્ધાનું સયાજી હોસ્પિટલમાં ઓપરેશન થયા બાદ તેને નિઃસહાય અને બિનવારસી હાલતમાં ત્યજી દેવાઈ હોવાની વિગતો મળતાં માતા-પુત્ર ચોંકી ઊઠ્યા હતા.

આ બનાવ અંગે જાગૃતીબેન કાકાએ જણાવ્યું હતું કે ‘વૃદ્ધાની હાલત જાેઈને હું તુરંત સયાજી હોસ્પિટલના એમએલઓને મળી હતી, જેમાં તેમણે અમારે ત્યાંથી કોઈ દર્દી આ રીતે લઈ જવાયો નથી તેમ કહેતા મે સુપરિટેન્ડન્ટ ડો.રંજન ઐયરને ફોન કરી એક દર્દી આ રીતે કેમ ફૂટપાથ પર તરછોડી દેવાયો છે તેની પૂછપરછ કરી હતી. ડો.ઐયરે મને કશું ખબર નથી, હું તપાસ કરાવીને જવાબદાર સામે કડક પગલા લઈશ તેમ જણાંવ્યું હતું, જેથી મેં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને વૃધ્ધાને ફરી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ઈમરજન્સી વોર્ડમાં ખસેડી હતી. હું ઘરે જઈને સવા દસ વાગે પાછી સયાજી હોસ્પિટલમાં આવી હતી પરંતુ વૃદ્ધા ઈમરજન્સી વોર્ડમાં હતી, જેથી મેં એમએલઓને પૂછતાં તેમણે વૃદ્ધાનું સિટી સ્કિન અને એક્સ-રે કઢાવવાના હતા એટલે વોર્ડમાં નથી દાખલ કર્યા હતા, તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ વૃદ્ધાને બી-૨માં દાખલ કર્યા હતા.

આ દરમિયાન હોસ્પિટલના એક સર્વન્ટે આ વૃદ્ધા બી-૨માં દાખલ હતી, તેમ કહેતા અમે વૃદ્ધાની જૂની કેસ ફાઈલ જાેઈ હતી, જેમાં આ વૃદ્ધા રાજપીપળાના રાણીપુરા ગામના વતની ૭૦ વર્ષીય બિજલીબેન વસાવા હોવાની અને તેમને ગત ૮મી સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં ઈજા થતાં ૧૦૮ મારફત અત્રે લવાયાની જાણ થઈ હતી. તેમના પગમાં સર્જરી કરીને તળિયાથી ઘૂંટણ સુધી સળિયો નાખવામાં આવ્યો છે જેની રીંગ બહારની તરફ યથાવત છે. અમે તપાસ કરી હતી, જેમાં સયાજી હોસ્પિલના સર્વન્ટો બિજલીબેનને રોડ પર મૂકી ગયા છે, તેવી જાણ થઈ છે. સયાજી હોસ્પિટલના તબીબો-સ્ટાફની માનવતાવિહીન કામગીરી અંગે અમે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લને જાણ કરી છે અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ પત્ર લખી ફરિયાદ કરવાની છું.’

લાચાર, નિઃસહાય અને બિનવારસી વૃદ્ધા સાથે સયાજી હોસ્પિટલના સ્ટાફે કરેલી વર્તણૂક અંગે જાગૃતીબેને માધ્યમો સમક્ષ હોબાળો મચાવ્યો હતો.

જાેકે, હોબાળો થવા છતાં સયાજી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આ મુદ્દે ભેદી મૌન સેવ્યું હતું અને સુપરિન્ટેન્ડેન્ટ ડો.રંજન ઐયરે વિવાદથી બચવા માટે લોકસત્તા-જનસત્તા દ્વારા વારંવાર પ્રયાસ કરવા છતાં ફોન રિસિવ કર્યો ન હતો, જેથી તેમની કોઈ પ્રતિક્રિયા જાણી શકાઈ ન હતી.

સારવાર ના કરવી પડે માટે વૃધ્ધાને તરછોડી દેવાઈ છે

સયાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પર કોર્પોરેટર જાગૃતીબેને ગંભીર આક્ષેપ કર્યો હતો કે બિજલીબેન જેવા ગરીબ અને બિનવારસી દર્દીઓની સારવાર કરવી ના પડે તે માટે સયાજી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ જ આવા દર્દીઓને વારંવાર વોર્ડમાંથી કાઢીને રોડ પર ત્યજી દેતા હોય છે અને આ અંગે તે રાજય આરોગ્યમંત્રીને ફરિયાદ કરી આવી કામગીરી કરતા તબીબો-સ્ટાફ વિરુધ્ધ કડક પગલા લેવા રજુઆત કરશે.

૨૬મીએ ડિસ્ચાર્જ, પણ કોણે અને કેમ કર્યા તેની કોઈ નોંધ નથી

જાગૃતીબેન અને તેમના પુત્રએ જણાવ્યું હતું કે બિજલીબેનના કેસ પેપર જાેતાં તેમને ગત ૨૬ ઓક્ટોબરે ડિસ્ચાર્જ કર્યા છે તેવી નોંધ છે. જાેકે દર્દીના પગમાં સળિયો નાખેલો હોઈ રીંગ લગાવેલી છે, વૃધ્ધા ચાલવા માટે પણ સક્ષમ નથી અને તેમના શરીર પર કીડી-મકોડા ફરી રહ્યા છે તેમ જતાં કયા તજજ્ઞની સલાહથી તેમને ડિસ્ચાર્જ અપાયો છે તેની કોઈ જ નોંધ નથી અને તબીબો પણ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની બચી રહ્યા છે.