દિલ્હી-

કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી થઈ રહી છે, પરંતુ બ્લેક ફંગસનો ખતરો હજુ પણ યથાવત છે. અનેક રાજ્યોમાં અત્યારે પણ બ્લેક ફંગસ (મ્યુકરમાઇકોસિસ)ના અનેક કેસ સામે આવી રહ્યા છે. બ્લેક ફંગસની સારવાર માટે ઉપયોગમાં લેવાતા એન્ટિ ફંગલ ઇન્જેક્શનના ખર્ચાને લઇને લોકો ચિંતિત છે. હવે આવા દર્દીઓને લઇને એક રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ડૉક્ટરોએ એક એવી રીત નીકાળી છે, જેનાથી ખર્ચો ૧૦૦ ગણો ઓછો થઈ શકે છે.

કોરોના બાદ બ્લેક ફંગસથી ઝઝૂમી રહેલા દર્દીઓની સારવારનો એક દિવસનો ખર્ચો લગભગ ૩૫ હજાર રૂપિયા છે જે ઓછો થઈને ફક્ત ૩૫૦ રૂપિયા થઈ શકે છે. ડૉક્ટરોએ સારવારની જે રીત નીકાળી છે તેમાં સાવધાનીથી દર્દીના બ્લડ ક્રિએટિનન લેવલ પર નજર કરવાની છે, જેનાથી ખર્ચો ઘણો ઓછો થઈ જશે. બ્લેક ફંગસની સારવારમાં પ્રયોગ થનારા ઇન્જેક્શનનું નામ એમ્ફોટેરેસિન છે. રેમડેસિવિરની માફક અત્યારે આની પણ તંગી જાેવા મળી રહી છે. ઇન્જેક્શનની કિંમત વધારે છે અને સરળતાથી ઉપલબ્ધ પણ નથી. આવામાં આ દવાની બીજી રીતોને અપનાવીને સારવારના ખર્ચાને ૧૦૦ ગણો ઓછો કરી શકાય છે. આના માટે જરૂરી છે દર બીજા દિવસે દર્દીનો બ્લડ ટેસ્ટ થાય. પુણે મ્ત્ન મેડિકલ કૉલેજ ઇએનટીના હેડ સમીર જાેશીનું કહેવું છે કે કોરોના બાદ બ્લેક ફંગસથી પીડિત ૨૦૧ દર્દીઓની સારવાર કરી છે. આમાંથી ૮૫ ટકા દર્દી અને સર્જરી બાદ ઠીક થયા છે. કોરોનાથી પહેલા આ જ રીતથી બ્લેક ફંગસના ૬૫માંથી ૬૩ દર્દીઓ ઠીક થયા. એમ્ફોટેરેસિન અને સર્જરી બાદ દર્દીઓ ઠીક થયા છે, સર્જરીથી જ્યાં ડેડ ટિશ્યુને હટાવવામાં આવે છે. તો ઇએનટી સર્જન સંદીપ કર્માકરનું કહેવું છે કે ના  સરળતાથી ઉપલબ્ધ છે. આ બંનેની તંગી છે, સરળતાથી નથી મળી રહ્યા.