રાનકુવા.તા,૧ 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે મંદિર ફળિયામા રહેતા ૩૦ વર્ષીય યુવાન કે જેવો સુરત ખાતે એસ.એમ.સી માં બેલદાર તરીકે ફરજ બજાવે છે. જેમને તારીખ ૨૭/૭/૨૦૨ ૦ ના રોજ તાવ તેમજ ઉધરસ હોવાનું ચાપલધરા ખાતે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી કેતનભાઇ.સી. ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા તા.૩૦/૭/૨૦૨૦ ના રોજ એમના વાંસદા ખાતે સેમ્પલ ટેસ્ટ કરતાં તા.૩૧/૭/૨૦૨૦ સવારે ૮ વાગ્યે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવસારી ખાતે આવેલ પારસી હાૅસ્પિટલમાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 

ચાપલધરા ગામે મંદિર ફળિયા ના પુવૅમાં દિપક સિંહ પરમાર ના ઘર સુધી, પશ્ચિમમાં ખરોલી તરફ જતા રસ્તા સુધી, ઉત્તરમાં જનકસિંહ જયસિંહના ખેતર સુધી તેમજ દક્ષિણમાં ઉમેશસિહ પરમાર ના ઘર સુધીના વિસ્તારને કનટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તમામ વિસ્તારને સીલ કરીને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે. તેમજ આ સ્થળની મુલાકાત વાંસદા તાલુકાના મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી.