રસી મૂક્યા બાદ હળવો તાવ આવે તો ગભરાશો નહીં,પ્રભાવ પડશે સારો
16, જાન્યુઆરી 2021

નવી દિલ્હીઃ

દેશમાં આજથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ રહી છે. પહેલા તબક્કામાં માત્ર હેલ્થવર્કર્સને વેક્સિન લગાવવામાં આવશે. આ તબક્કામાં વેક્સિનેશન ફ્રી છે. હાલ વેક્સિન 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને લગાવવામાં આવશે. તે માટે કોવિન સોફ્ટવેરથી મોબાઇલ પર મેસેજ મોકલવામાં આવશે. વેક્સિન માટે રજીસ્ટ્રેશનની જરૂર નથી. ઇલેક્શન કમીશન અને અન્ય ડેટાથી સરકાર ખુદ લાભાર્થીઓની પસંદગી કરશે. પ્રથમ બે તબક્કા સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટ લાઇન વર્કરની છે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ તથા બીમારીથી પીડિતા લોકોને વેક્સિન લાગશે.  

સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી હળવો તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ કોઈપણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી. કંપની તરફથી જારી ફેક્ટશીટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોને આવી મુશ્કેલી આવી શકે છે જે સામાન્ય છે. વેક્સિન લગાવ્યા બાદ 30 મિનિટ સેન્ટર પર રહેવું પડશે. કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટથી બચવા માટે અલગથી સેન્ટર બનાવવામાં આવ્યા છે. પ્રતિકૂળ પ્રભાવ હોય તો 1800 1200124 (24x7) નંબર પર ફોન કરી શકો છો.  

કોવેક્સીન બનાવનારી કંપની ભારત બાયોટેકએ કહ્યું કે, વેક્સિન લાગવા પર કોઈપણ પ્રકારનો ગંભીર પ્રભાવ સામે આવે છે તો વળતર આપવામાં આવશે. તેમાં તે વાત સાબિત થવી જોઈએ કે ગંભીર પ્રભાવ વેક્સિન લેવાને કારણે થયો છે. વેક્સિનેશન સેન્ટર પર ઉપલબ્ધ સહમતિ પત્રમાં વળતરની વાતનો મુખ્ય રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વેક્સિનની ગંભીર સાઇડ ઇફેક્ટ થવા પર સરકાર તરફથી ચિન્હિત અને ઓથોરાઇઝ્ડ સેન્ટર્સ તથા હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવશે.  

હજુ બજારમાં વેક્સિન આવી નથી. લાયસન્સ મળ્યા બાદ જ સરકારની મંજૂરીથી બજારમાં વેક્સિન આવશે. તેમાં બેથી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. હજુ વેક્સિનની ટ્રાયલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકો પર કરવામાં આવી છે. તેવામાં બાળકોને હાલ રસી લગાવાશે નહીં. બીજો ડોઝ સરકાર તરફથી 28 દિવસ બાદ લવાવવામાં આવશે. વેક્સિન મેન્ચુફેક્ચર કરનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટએ 4થી 6 સપ્તાહમાં બીજો ડોઝ લેવાની સમયમર્યાદા નક્કી કરી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution