/
પાકિસ્તાનને ડબલ ઝટકો : હવે ઈંગ્લેન્ડ પણ પાકિસ્તાન પ્રવાસ રદ કરી શકે છે!

લંડન- 

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમનો પાકિસ્તાન પ્રવાસ રદ થયાના કલાકો બાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું કે તે આગામી ૪૮ કલાકમાં ત્રાસવાદી પ્રભાવિત દેશની ગ્રાઉન્ડ પરિસ્થિતિ અને તેની ટીમના પ્રસ્તાવિત પ્રવાસનું મૂલ્યાંકન કરશે. અંગે ર્નિણય કરશે

 ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે શુક્રવારે સુરક્ષાની ધમકીઓ મળ્યા બાદ પ્રથમ વનડે પહેલા જ પાકિસ્તાન પ્રવાસમાંથી પોતાની ટીમને પાછો ખેંચવાનો ર્નિણય કર્યો હતો.

ઇંગ્લેન્ડ બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ માટે ઓક્ટોબરમાં રાવલપિંડી જશે. ૨૦૦૫ બાદ આ તેમનો પ્રથમ પાકિસ્તાન પ્રવાસ હશે. ઇસીબીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સુરક્ષાની ચિંતાને કારણે અમે ન્યૂઝીલેન્ડના પાકિસ્તાન પ્રવાસમાંથી પાછા ફરવાના ર્નિણયથી વાકેફ છીએ. અમે અમારી સુરક્ષા ટીમ સાથે સંપર્ક કરી રહ્યા છીએ જે પરિસ્થિતિને સંપૂર્ણ રીતે સમજવા માટે પાકિસ્તાનમાં હાજર છે. ”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇસીબી બોર્ડ આગામી ૨૪ થી ૪૮ કલાકમાં નક્કી કરશે કે અમારો પ્રવાસ શેડ્યૂલ મુજબ આગળ વધશે કે નહીં. ન્યુઝીલેન્ડ પ્રવાસ રદ થવો પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ કરવા માટે મોટો આંચકો છે.

પાકિસ્તાન સુપર લીગ અને કેટલાક દેશોના પ્રવાસ સાથે પાકિસ્તાનમાં અમુક અંશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુનસ્થાપિત થઈ છે, પરંતુ મુખ્ય ટેસ્ટ રાષ્ટ્રોએ લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝનો પાકિસ્તાન પ્રવાસ ડિસેમ્બરમાં થવાનો છે અને તેમાં ત્રણ વનડે અને ઘણી ટી-૨૦ મેચ હશે. આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાન પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમે બે ટેસ્ટ, ત્રણ વનડે અને ઘણી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution