/
બસ આ જ બાકી હતુ! "મેન ઓફ ધ મેચ" બનેલા ખેલાડીને પુરસ્કારમાં મળ્યું પેટ્રોલ

નવી દિલ્હી

હાલમાં મોંઘવારી વધી રહી છે. સાથે જ પેટ્રોલ અને ડિઝલની કિંમતો  પણ આકાશને આંબતી હોય એમ વધી રહી છે. આ દરમ્યાન દેશભરમાં અનેક પ્રકારે તેનો વિરોધ થઇ રહ્યો છે. આ દરમ્યાન મધ્યપ્રદેશના ભોપાલમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારાને લઇને અનોખો પ્રકાર વિરાધનો જોવા મળ્યો હતો. ભોપાલમાં રમાઇ રહેલી એક ક્રિકેટ મેચના અંતમાં મેન ઓફ ધ મેચના પુરસ્કાર સ્વરુપે જે ઇનામ આપવાામાં આવ્યુ હતુ તે, કોઇ ટ્રોફી કે રોકડ નહી પણ પાંચ લિટર પેટ્રોલનો કેરબો હતો.

સ્થાનિય ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનુંં આયોજન આમતો કોંગ્રેસના નેતા મનોજ શુકલાએ ભોપાલમાં જ કર્યુ હતુંં. જે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં સનરાઇઝર્સ ઇલેવન અને શગીર તારિક ઇલેવન વચ્ચે મેચની ટક્કર જામી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચને સનરાઇઝર્સ ઇલેવન દ્વારા જીતી લેવાઇ હતી. ફાઇનલ મેચ જીતી લેનારી ટીમ સનરાઇઝર્સ ઇલેવનના ખેલાડી સલાઉદ્દીન અબ્બાસીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

એનાઉન્સર દ્રારા મેન ઓફ ધ મેચ પ્લેયર તરીકે અબ્બાસીનુ નામ બોલવામાં આવતા હાજર લોકો તાળીઓનો ગળગળાટ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેને પુરસ્કાર આપવામાં આવ્યો તો હાજર સૌ લોકો તે જોઇને આશ્વર્યમાં મુકાઇ ગયા હતા. કારણ કે એવોર્ડ તરિકે મંચ પરથી તેને 5 લીટર પેટ્રોલ થી ભરેલ એક કેરબો તેના હાથમાં પકડાવ્યો હતો. જે જોઇને હાજર લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા.

ત્યારબાદ ટુર્નામેન્ટ ના આયોજન મનોજ શુકલાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુંં કે, પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવનો વિરોધ કરવા માટે આનાથી સારો પ્રકાર અને અવસર કયો હોઇ શકે છે. વિરોધના આ અનોખા પ્રકારને લઇને સોશિયલ મીડિયા પર ખૂબ મજા લેવાઇ રહી છે. સાથે જ આ ઘટના વાયરલ પણ થવા લાગી છે. કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ આ ઘટનાને ટ્વીટર પર શરે કરી હતી.

પેટ્રોલનો જે કેરબો આપવામાં આવ્યો હતો તેની પર લખ્યુ હતુંં, મોદી બ્રાન્ડ અણમોલ પેટ્રોલ 5 લીટરની કિંમત 510 રુપિયા. સાથે જ પીએમ મોદીની એક તસ્વીર પર પણ તેની પર લગાવાઇ હતી. હાલમાં મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં સાધારણ પેટ્રોલ 100 રુપિયાની નજદીક છે. તો પ્રિમીયમ પેટ્રોલની કિંમત 100 રુપિયાની પાર છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution