કેસ્ટેલન (સ્પેન)

મોહમ્મદ હુસામુદ્દીન (૫૭ કિગ્રા) સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ મેડલ મેળવ્યો હતો. પરંતુ વર્લ્‌ડ ચેમ્પિયનશીપના સિલ્વર મેડલ વિજેતા અમિત પંગલ (૫૨ કિગ્રા) સ્પેનના કેસ્ટેલન ૩૫માં બોક્સમ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા પછી ગુરુવારે હારીને બહાર થયો હતો

કોમનવેલ્થ ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા હસુમુદ્દીન (૫૭ કિગ્રા) એ ઇટાલીના સિમોન સ્પડાને ૫-૦થી હરાવી અંતિમ ચારમાં પ્રવેશ કર્યો હતો જ્યાં તેનો સામનો પનામાના ઓર્લાન્ડો માર્ટિનેઝ સાથે થશે.

ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય મેળવનાર એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા પંગલ યુરોપિયન ગેમ્સના ચેમ્પિયન ગેબ્રિયલ એસ્કોબારથી સામે હાર્યા હતો. હાર પંગલ માટે આશ્ચર્યજનક બની હતી જેણે બે મહિના પહેલા કોલોન વર્લ્‌ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૩ વર્ષીય બોક્સરને એસ્કોબાર સામે નબળા સંરક્ષણનો ભોગ બનવું પડ્યું.શરૂઆતના રાઉન્ડમાં સ્પેનિશ બોકસરે તેને આંચકો આપ્યો, જાેકે પંઘલે અંતિમ ત્રણ મિનિટમાં વાપસી કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં એસ્કોબરે જીત માટે પોઇન્ટ બનાવ્યા હતા.


તેજ સમયે હુસામુદ્દીન સ્પડા સામે વર્ચસ્વ વધાર્યું હતું અને તેણે વિરોધીને ઉત્તમ મુક્કાથી હરાવ્યો હતો.