મુંબઈ

'સોફ્ટ સિગ્નલ' વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. થર્ડ અમ્પાયરના ર્નિણયમાં ઓનફિલ્ડ અમ્પાયરનું સોફ્ટ સિગ્નલ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ન્યૂઝિલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વન-ડે મેચ ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાઈ રહી છે. જેમાં 'સોફ્ટ સિગ્નલ વિવાદ' ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટી-૨૦માં સૂર્યકુમાર યાદવને પણ સોફ્ટસિગ્નલ અંતર્ગત આઉટ અપાતા ભારે વિવાદ સર્જાયો હતો.

કાઈલ જેમિસને બોલિંગ દરમિયાન તમીમ ઇકબાલનો પ્રશંસનિય કેચ પકડ્યો હતો. કેચની અપીલના પગલે ઓનફિલ્ડ અમ્પાયરે 'સોફ્ટ સિગ્નલ' આઉટનું આપ્યું હતું. પરંતું થર્ડ અમ્પાયર ક્રિસ ગેફનીએ રિપ્લેના આધારે ઓનફિલ્ડ અમ્પાયરનો ર્નિણય પલટીને બેટ્‌સમેનને 'નોટ આઉટ' જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના બાંગ્લાદેશની બેટિંગની ૧૫મી ઓવરમાં બન્યો હતો. થર્ડ અમ્પાયરે કેચના વીડિયોને વિવિધ એન્ગલ્સથી વારંવાર જોયો હતો, ત્યારપછી પુરાવાના અભાવે તેને નોટ આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરના મતે જેમિસને કેચ તો પકડ્યો છે, પરંતું તે સમયે બોલર જરૂરી નિયંત્રણમાં નહતો. આ ર્નિણય ઊપર ન્યૂઝિલેન્ડના તમામ ખેલાડીઓએ અસંતોષ પ્રગટ કર્યો હતો. તેમના હિસાબે બોલરે કેચ પકડી લીધો હતો, ત્યારપછી બોલ જમીનને અડ્યો હતો.