કોવિડ 19ની મહામારી સામે લડવા માટે જરૂરી ફંડ એકઠુ કરવા માટે  આ મેચ કોવિડ 19ની મહામારી સામે લડવા માટે જરૂરી ફંડ એકઠુ કરવા માટે આયોજીત કરવામાં આવી છે. આ મેચમાં એબી ડિવિલયર્સ, કિવંટન ડિકોક જેવા સાઉથ આફ્રિકાનાં ખેલાડીઓ રમતા જોવા મળશે.સાઉથ આફ્રિકામાં આજે એક અલગ પ્રકારના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બે ટીમ એકબીજાની સામે રમતી હોય છે. પરંતુ આ અનોખા મેચમાં 3-3 ટીમ રમતી દેખાશે.કોરોના વાયરસ પછી હવે ક્રિકેટની ગાડી ધીરે ધીરે પાટા પર આવતી દેખાઈ રહી છે.

આયોજીત કરવામાં આવી છે. આ મેચમાં એબી ડિવિલયર્સ, કિવંટન ડિકોક જેવા સાઉથ આફ્રિકાનાં ખેલાડીઓ રમતા જોવા મળશે.સાઉથ આફ્રિકામાં આજે એક અલગ પ્રકારના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે બે ટીમ એકબીજાની સામે રમતી હોય છે. પરંતુ આ અનોખા મેચમાં 3-3 ટીમ રમતી દેખાશે.કોરોના વાયરસ પછી હવે ક્રિકેટની ગાડી ધીરે ધીરે પાટા પર આવતી દેખાઈ રહી છે.

 આ એક ચેરીટી મેચ હશે. જેમાં એક સાથે 3 ટીમો મેદાન પર ઉતરશે અને એક પછી એક બેટીંગ અને બોલીંગ કરશે તેથી આ ક્રિકેટ મેચનાં ફોર્મેટનું નામ '3ટી ક્રિકેટ' રાખવામાં આવ્યુ છે.આ મેચ 36 ઓવરનો હશે. આ ફોર્મેટને એક ક્રાંતિકારી પગલુ માનવામાં આવી રહ્યું છે. આ મેચ 'સોલીડેરીટી કપ'ના નામથી રમાશે.ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝની ટીમે ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે તો પાકિસ્તાનની ટીમ પણ પોતાની સીરીઝની રાહ જોઈ રહી છે. બીજી બાજુ સાઉથ આફ્રિકા પણ આજથી ક્રિકેટની શરૂઆત કરવા જઈ રહ્યું છે. જો કે સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે આ મેચને અનોખુ રૂપ આપ્યુ છે. 

દરેક ટીમમાં 8 ખેલાડીઓ હશે. આ મેચમાં કુલ 36 ઓવર હશે. દરેક ઈનિંગમાં 18 ઓવર અને 18 ઓવર પછી એક બ્રેક હશે.આ મેચમાં દરેક ટીમ 12 ઓવર સુધી બેટીંગ કરી શકશે. જેમાં 6 ઓવર સુધી બે વખત બેટીંગ કરશે અને દર વખતે નવી ટીમનાં બે બોલરનો સામનો કરશે. રમતનાં પ્રથમ હાફમાં નકકી થશે કે કઈ ટીમ બેટીંગથી બોલીંગ કરશે તો પ્રથમ ઈનિંગના સ્કોર પરથી નકકી થશે કે કઈ ટીમ બીજી ઈનિંગમાં પ્રથમ કે બાદમાં બેટીંગ કરશે. જો સ્કોર ટાઈ થશે તો પ્રથમ હાફનાં બેટીંગ ઓર્ડરનું જ પુનરાવર્તન કરવામાં આવશે.આ મેચ દ્વારા કોવિડ 19 મહામારી વિરુદ્ધ જંગ લડવા માટે ફંડ એકઠું કરવામાં આવશે.આ મેચ આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 કલાકે શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ પર કરવામાં આવશે. આ મેચ સાઉથ આફ્રિકાનાં સુપર સ્પોર્ટસ પાર્કમાં યોજાશે.

જો સાત વિકેટ પડી જાય તો નોટઆઉટ રહેલો બેટીંગ કરનાર એકલો જ બેટીંગ કરી શકશે અને પોતાની ઈનિંગને આગળ ધપાવશે. દરેક બોલર મહતમ 3 ઓવર સુધી બોલીંગ કરી શકે છે. દરેક ટીમને 12 ઓવરની બોલીંગ દરમ્યાન નવા દડાનો ઉપયોગ કરવાનો રહેશે. 3 વધારાના ફીલ્ડર્સનો પણ ઉપયોગ થઈ શકશે. જે બંને ટીમોમાંથી અથવા તો ડગ આઉટની ટીમમાંથી પસંદ કરવામાં આવી શકે છે.