/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

PM મોદીએ બાંગ્લાદેશમાં  આ ક્રિકેટર સહિત અનેક હસ્તી સાથે મુલાકાત કરી

ઢાકા:

બાંગ્લાદેશ પોતાની આઝાદીના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જશ્નમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઢાકા પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. શુક્રવારે પીએમ મોદીએ બાંગ્લાદેશમાં અનેક ક્ષેત્રોમાં લોકો સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન પણ સામેલ રહ્યાં.

પીએમ મોદી શુક્રવારે ઢાકામાં અનેક લોકોને મળ્યા. પીએમ મોદી બાંગ્લાદેશના રાજકીય પક્ષો, વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પણ મળ્યા. આ સાથે જ બાંગ્લાદેશના સત્તાધારી ગઠબંધનના સભ્યો સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી.

રાજનેતાઓ ઉપરાંત પીએમ મોદીએ શુક્રવારે બાંગ્લાદેશના સ્ટાર્સ, યુવાઓ સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર્સ શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ સામેલ હતા.

પીએમ મોદીએ ઢાકામાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી, આ સાથે પીએમ મોદી વોહરા સમુદાયના લોકોને પણ મળ્યા. પીએમ મોદીએ વોહરા સમુદાયના લોકો સાથે ગુજરાતીમાં વાત કરી. વોહરા સમુદાયના લોકોએ કહ્યું કે અમને આશા નહતી કે પીએમ મોદીને મળી શકીશું. કારણ કે ખુબ પ્રોટોકોલ છે. પરંતુ પીએમ મોદીએ દરેક જણ સાથે મુલાકાત કરી.

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ઢાકા પહોંચ્યા, અહીં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી શેખ હસીના પોતે તેમના સ્વાગત માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution