વરુણ, માલવિકાએ યુગાન્ડાના આંતરરાષ્ટ્રીય બેડમિંટન ખિતાબ જીત્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, માર્ચ 2021  |   4356

નવી દિલ્હી

ભારતના બેડમિંટન ખેલાડીઓ વરૂણ કપૂર અને માલવિકા બંસોડે કમ્પાલાના ૨૦૨૧ યુગાન્ડા આંતરરાષ્ટ્રીય મેચમાં અનુક્રમે પુરુષ અને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો.

વરૂણે પુરૂષ સિંગલ્સમાં ફાઇનલમાં સાતમાં ક્રમાંકિત શંકર મુથુસામીને ૨૧-૧૮, ૧૬-૨૧, ૨૧-૧૭ થી પરાજિત કર્યો જ્યારે બીજી ક્રમાંકિત માલવિકા મહિલા સિંગલ્સની ફાઈનલમાં પાછળ રહ્યા બાદ વાપસી કરતા અનુપમા ઉપાધ્યાયને ૧૭-૨૧, ૨૫-૨૩, ૨૧-૧૦ થી હાર આપી. વિશ્વના બીજા નંબરના જુનિયર ખેલાડી વરુણે આ વર્ષે તેનું છઠ્ઠું ટાઇટલ જીત્યું હતું.

શંકર અને માલાવિકાને આ ચાર દિવસીય ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો જેમાં ભારત, જર્મની અને આફ્રિકન દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution