લંડન

રવિવારે રાત્રે રમાયેલી આ મેચમાં ડોસને ૫૩ મી મિનિટમાં માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી આત્મઘાતી ગોલ કર્યો. બીજી મેચમાં લિચેસ્ટર સિટીએ કેલેચી ઇહિનાચોની હેટ્રિકને આભારી શેફિલ્ડ યુનાઇટેડને ૫-૦થી હરાવી. કેલેચી ઉપરાંત પેરેઝે ૬૪ મી અને એમ્પેડુએ ૮૦ મી મિનિટમાં આત્મઘાતી ગોલ કર્યો. ચેલ્સિયા અને લીડ્‌સને લીગની ત્રીજી મેચમાં ગોલલેસ ડ્રો રમવી પડી હતી. ચેલ્સિયાની છેલ્લી ૧૨ મેચમાં નવા કોચ થોમસ ટ્યુશેલના માર્ગદર્શન હેઠળ ૧૦ ક્લીન શીટ્‌સ છે.

તે જ સમયે નોર્થ લંડન ડર્બીમાં રમાયેલી મેચમાં આર્સેનાલે ટોટ્ટેનહામ હોટસપુરને ૨-૧ થી જ્યારે બ્રાઇટને ફુલ્હામને ૨-૧ થી હરાવ્યુ હતું.