નવી દિલ્હી:  

ભારતનો પરચમ લહેરાવનાર અને ફ્લાઈંગ શીખ નામથી જાણીતા દોડવીર મિલ્ખા સિંહનો આજે 91મોં જન્મદિવસ છે. 2010 કોમનવેલ્થ ગેમ્સ સુધી મિલ્ખા સિંહથી પહેલા કોઇપણ ભારતીય એથલિટ્સ એવો ન હતો, જેણે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના દમ પર ગોલ્ડ મેડલ જીત્યો હોય. એટલું જ નહીં, તેઓ 'ફ્લાઈંગ શીખ' કહેવાતા, 1958 અને 1962ની એશિયન ગેમ્સમાં પણ તેમણે દેશ માટે ગોલ્ડ જીત્યો હતો.

તેમના જીવનની સૌથી રોમાંચક ક્ષણ અથવા 1950ની ઓલમ્પિક રેસ (1950 Olympic Race)ની તે ફાઈનલ, જેમાં સેકન્ડના સોમાં ભાગથી તેઓ મેડલ ગુમાવી ચૂક્યા હતા. પરંતુ 400 મીટરમાં 45.73 સેકન્ડનો તેમનો આ અદ્ભુત રેકોર્ડ આગામી 40 વર્ષ સુધી દેશમાં કોઇ બીજુ તોડી શક્યું ન હતું. સૌથી રસપ્રદ અથવા તેમના જીવનનો તે મૂશ્કેલ સમય જ્યારે તેઓ તેમના બુલંદ હિંમતના દમ પર ભાગ્ય સાથે પણ લડવું પડ્યું.

આ કારણ હતું કે, ફરહાન અખ્તર હિંમતની તે કહાનીને દેશની સામે એક મૂવીના રૂપમાં લાવવા મજબૂર થયા અને આ રીતે દેશનો એક એક બાળક મિલ્ખા સિંહને જાણી શક્યો. તેમ છતાં તમે તેમના વિશેની કેટલીક વાતોથી અજાણ હશો, તો આવો અમે તેમને જણાવીએ તેમના વિશે 10 રસપ્રદ વાતો...

 મિલ્ખા સિંહે 1968 સુધી કોઈ ફિલ્મો જોઈ ન હતી, જ્યારે તેમણે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા વિદેશમાં ઘણી યાત્રાઓ કરી હતી. પણ 'ભાગ મિલખા ભાગ' જોઈને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

1. ભારતીય સેનાએ મિલ્ખા સિંહને 3 વાર હાંકી કાઢવામાં આવ્યા હતા, તેઓ ચોથી વાર સિલેક્ટ થયા હતા. તેમનો એક ભાઈ મલખાન સતત તેમને સૈન્યમાં ભરતી કરવાનું કહેતો રહ્યો. પરંતુ ભારતીય સેનાએ તેમનું નસીબ બદલી નાખ્યું, આર્મીએ જ તેમને રમતોમાં મોકલ્યા અને એક દિવસ તેઓએ ધ્વજ ફરકાવ્યો.

2. આ જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો કે, આટલા બધા મેડલ મેળવ્યા છતાં મિલ્ખા સિંહનું નામ ક્યારે અર્જૂન એવોર્ડ્સ માટે મોકલવામાં આવ્યું નહીં. 1961માં શરૂ થયેલા અર્જૂન એવોર્ડ માટે તેમના નામ પર વિચાર ન કરવો આશ્ચર્ય ભર્યું હતું. એવામાં 2001માં જ્યારે તેમને અર્જૂન એવોર્ડ આપવાની જાહેરાત થઈ તો તેમણે એમ કહીને ઇનકાર કર્યો કે તે 40 વર્ષ મોડું કરવામાં આવ્યું છે.

3. મિલ્ખા સિંહએ તેમની ઓટોબાયોગ્રાફી તેમની દીકરી સોનિયા સાથે મળીને લખી હતી, 2013માં આવેલી આ ઓટોબાયોગ્રાફીનું નામ હતું 'ધી રેસ ઓફ માય લાઇફ.' જ્યારે ડાયરેક્ટ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ તેમના પર મૂવી બનાવવાની જાહેરાત કરી તો તેમણે તે ઓટોબાયોગ્રાફીને તેમને વેચી અને જાણો છો કે તેમણે ફી કેટલી લીધી- માત્ર 1 રૂપિયો.

4. મિલ્ખા સિંહના આભામંડળમાં તેમની પત્ની નિર્મલ કોરની તો સામાન્ય ચર્ચા પણ કરી શકતા નથી. શું તમે જાણો છો કે, તેમની પત્ની પણ રાષ્ટ્રીય સ્તરની ખેલાડી છે અને તેઓ ભારતીય ટીમની કેપ્ટન રહી ચુકી છે? નિર્મલ વોલીબોલની ખેલાડી હતી, જે ભારતીય મહિલા વોલીબોલ ટીમની 1962માં કેપ્ટન પણ હતી.

5. ઘણા લોકો તેમના પરિવારમાં પત્ની ઉપરાંત એક અન્ય ઇન્ટરનેશનલ સ્તરના ખેલાડીને જાણકા નથી, તે છે તેમનો પુત્ર જીવ મિલ્ખા સિંહ. ગૂગલ કરો તેમનું નામ તો તમને ખબર પડશે કે જીવ મિલ્ખા સિંહે નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ પર ગોલ્ફની રમતમાં કેટલું નામ બનાવ્યું છે.

6. આર્મીમાં હતા તે દરમિયાન તેઓ અને તેમના સાથી એછલિટ્સ તે દિવસોમાં પ્રેક્ટિસ માટે મીટર ગેજ ટ્રેનોની સાથે રેસ લગાવતા હતા. તેમણે જેટલા પણ મેડલ્સ અથવા ટ્રોફી જીતી હતી, તે તમામ સ્પોર્ટ મ્યૂઝિયમ પટિયાલાને આપી છે, જેથી દેશની આવનારી પેઢી તેમાંથી પ્રેરણા લઇ શકે.

7. શું તમે જાણો છો કે, તેમને ફ્લાઈંગ શીખનું ટાઇટલ કોણે આપ્યું હતું? પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાને. પાકિસ્તાનમાં 200 મીટરની ઇન્ટરનેશનલ એથલેટિક્સ કોમ્પીટીશન યોજાઈ હતી. જેને લઇને પાકિસ્તાનમાં માત્ર 2 નામની જ ચર્ચા હતી. પાકિસ્તાની એથલિટ્સ અબ્દુલ ખાલિકની અને મિલ્ખા સિંહની. મિલ્ખાએ આ દોડ જીતી અને ખાલિક ત્રીજા નંબર રહ્યા હતા. ત્યારે અયૂબે કહ્યું હતું કે, શીખ તો દડતો નથી ઉડે છે, આ તો ફ્લાઈંગ શીખ છે.

8. જો કે, મિલ્ખા સિંહ પાકિસ્તાન જવા ઇચ્છતા ન હતા, કારણ કે પાર્ટીશનના રમખાણોમાં તેઓ ભારે મુશ્કેલી વચ્ચે પોતાનો જીવ બચાવીને આવ્યા હતા. માતા પિતા અને બહેનને તેમણે આ રમખાણોમાં ગુમાવ્યા હહતા. જેથી તેમણે ના પાડી હતી. ત્યારે નહેરૂજીએ તેમને સમજાવ્યા કે રમતથી મિત્રતા વધે છે, તે ગુસ્સોને ભુલી જાઓ. પીએમના સમજાવા પર તેઓ જવા માટે તૈયાર થયા હતા.

9. રોમ ઓલમ્પિક જેમાં તેઓ બ્રોન્ઝ મેડલ ચૂક્યા હતા, તે ઓલમ્પિકમાં મિલ્ખા સિંહે મીડિયાનું ઘણું ધ્યાન મેળવ્યું હતું, કેમ કે, તેમનાથી પહેલા ક્યારે દાઢી અને લાંબા વાળવાળા એથલિટ્સ તરીકે માણસને ક્યારેય જોયો ન હતો.