મુંબઈ-

છેલ્લા ઘણા સમયથી આઈપીએલની બાકી મેચો કઇ તારીખથી શરૂ થશે તેની રાહ જોઇને બેઠેલે લોકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. જી હા, આઈપીએલની તારીખ જાહેર કરવામાં આવી છે.  19 સપ્ટેમ્બરનાં રોજ આઈપીએલની પ્રથમ મેચ રમાશે. IPL 2021 સ્થગીત થયા બાદ બાકી મેચોને શરુ થવાને લઈને ક્રિકેટ ફેન્સને તારીખ જાહેર થવાની ખૂબ ઉત્સુકતા છે. પરંતુ હવે તારીખો જાહેર થવાની બેતાબીનો અંત આવી ગયો છે. IPLના બીજા તબક્કાની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી શરુ થશે. જ્યારે ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાનાર છે. BCCIના જણાવ્યા પ્રમાણે મોટાભાગના બધા જ વિદેશી ખેલાડીઓએ IPL રમવાની તૈયારી દર્શાવી દીધી છે અને જે ખેલાડીઓ તૈયાર નથી થતા તેમનો વિકલ્પ શોધવાની પણ મથામણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં તે મુજબ અનિવાર્ય ફેરફાર થઈ શકે છે.