શારજાહઃ 

 સતત બે મેચમાં રોમાંચત જીતથી આત્મવિશ્વાસથી ભરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ની ટીમ આજે ઈન્ડિયન પ્રીમિયર લીગમા વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ મેચમાં આ લયને જાળવી રાખવા ઈચ્છશે. બંન્ને ટીમોના નામે છ મેચોમાં ચાર જીતની સાથે આઠ પોઈન્ટ છે પરંતુ સારી નેટ રનરેટને કારણે કેકેઆર ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી એક સ્થાન ઉપર ત્રીજા ક્રમે છે.

કેકેઆર અને આરસીબી બંન્નેની મુશ્કેલી બેટિંગ છે, આ ટીમોના મુખ્ય બેટ્સમેન લય જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. પરંતુ કેકેઆરે ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પાછલી બે મેચોમાં અંતિમ ઓવરોમાં શાનદાર બોલિંગથી મેચનું પરિણામ પોતાની તરફેણમાં કર્યું હતું. જેથી ટીમના મનોબળમાં ચોક્કસ વધારો થયો હશે. આરસીબીની વિરુદ્ધ પણ બોલરો પોતાનું આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્છશે. કેપ્ટન કોહલીની દમદાર બેટિંગથી શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સને 37 રનથી પરાજય આપનાર બેંગલોરનો પ્રયત્ન જીતની લયને જાળવી રાખવાનો હશે. કેકેઆર માટે સૌથી મોટી ચિંતાની વાત મોટા શોટ લગાવનાર આંદ્રે રસેલની ઉપલબ્ધતા હશે જે શનિવારે પંજાબ વિરુદ્ધ મેચમાં કેચ લેવાના પ્રયાસમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 

શરૂઆતી મેચોમાં ખરાબ પ્રદર્શન કરનાર કોહલી ફોર્મમાં આવવાથી આરસીબીને બળ મળ્યું છે. આ 31 વર્ષીય ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 43 અને પછી ચેન્નઈ વિરુદ્ધ 0 રનની ઈનિંગ રમી. ઓપનિંગ બેટ્સમેન દેવદત્ત પડીક્કલને છોડીને બીજા બેટ્સમેનોના પ્રદર્શનમાં નિરંતરતા જોવા મળી નથી. આરોન ફિન્ચ અને એબી ડિવિલિયર્સ લય હાસિલ કરવા સંઘર્ષ કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ આવવાથી ટીમ બોલિંગ વિભાગમાં વધુ મજબૂત બની છે.