ન્યૂ દિલ્હી,

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ઐતિહાસિક ટેસ્ટ મેચ આવતા મહિને રમાશે. આ ફાઈનલ પહેલા ન્યુઝીલેન્ડના ક્રિકેટર હેનરી નિકોલ્સ એ લગ્ન કરી લીધા હતા. ૧૮ થી ૨૨ જૂન સુધી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાશે અને ન્યુઝીલેન્ડની ટીમના મહત્વપૂર્ણ ખેલાડી હેનરીએ આ મેચ પહેલા તેના ચાહકોને ખુશખબર આપી હતી. તેઓએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી અને ચાહકોને તેમના લગ્નની જાણકારી આપી હતી. હેનરીએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લ્યુસી સાથે લગ્ન કર્યા. ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરતા તેમણે કહ્યું હતું કે મિસ્ટલર અને ૨૯ વર્ષીય શ્રીમતી નિકોલ્સએ ૨૦૧૫ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે ૩૭ ટેસ્ટ, ૫૨ વનડે અને ૫ ટી-૨૦ મેચોમાં ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.