મેલબોર્ન

બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ચેક રિપબ્લિકની પેટ્રા કવિટોવા અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર ૧ યુએસ વિનસ વિલિયમ્સને વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બહાર બહાર થઇ ગઈ હતી. નવમી ક્રમાંકિત ક્વોટોવા બુધવારે મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં રોમાનિયાની સોરાના ક્રિસ્ટિયા સામે હારી ગઈ હતી. ક્રિસ્ટિયાએ ક્વિટોવાને ૬-૪, ૧-૬, ૬-૧થી હરાવી.

બીજી મેચમાં સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાએ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું અને ત્રીજા રાઉન્ડ માં પ્રવેશ કર્યો હતો.ગત વર્ષની રનર અપ મુગુરુઝાએ રશિયાની લ્યુડમિલા સેમસોનોવાને ૬-૩, ૬-૧થી હરાવી હતી.

સાતમી ક્રમાંકિત બેલારુસની આર્યન સબાલેન્કાએ પણ રશિયાની ડારિયા કસાટકીનાને ૭-૬, ૬-૩થી હરાવીને રાઉન્ડમાં આગળના રાઉન્ડ માં પ્રવેશ કર્યો હતો. જો કે ઈજાગ્રસ્ત વિનસ વિલિયમ્સને પણ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. કોણીની ઇજા હોવા છતાં મેચ રમી રહેલા વિનસને ઇટાલીની સારાહ એરેનાએ ૬-૧, ૬-૦થી પરાજિત કરી હતી.