16, એપ્રીલ 2021
મુંબઈ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં કુલ ૭ મેચ રમવામાં આવી છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ટોચનો કબજો છે. તે જ સમયે પર્પલ કેપ અને ઓરેન્જ કેપની રેસ પણ આ સમયે ખૂબ જ આકર્ષક છે. ચાલો જોઈએ અત્યાર સુધીના ટોચના-૫ બોલરો અને બેટ્સમેનની સૂચિ પર એક નજર. શું તમે જાણો છો કે હાલ રેસમાં કયા ખેલાડીથી આગળ છે?
નીતિશ રાણા સૌથી વધુ રનઃ નીતિશ રાણા હાલમાં બેટ્સમેનોમાં ટોચ પર છે. રાણાએ ૨ મેચમાં ૧૫ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૩૭ રન બનાવ્યા છે, જ્યારે સંજુ સેમસન હાલમાં ઓરેન્જ કેપ રેસમાં ૧૨૩ રન સાથે બીજા સ્થાને છે.
ઓરેન્જ કેપઃ
૧) નીતીશ રાણા - ૧૩૭ રન (૨ મેચ)
૨) સંજુ સેમસન - ૧૨૩ રન (૨ મેચ)
૩) મનીષ પાંડે - ૯૯ રન (૨ મેચ)
૪) ગ્લેન મેક્સવેલ - ૯૮ રન (૨ મેચ)
૫) શિખર ધવન - ૯૪ રન (૨ મેચ)
હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટ ઝડપીઃ પર્પલ કેપ રેસમાં આરસીબી બોલર હર્ષલ પટેલ ટોચ પર છે, જેણે ૨ મેચમાં ૫૨ રન આપીને ૭ વિકેટ લીધી છે. તેમના સિવાય બીજા સ્થાને રહેલા આન્દ્રે રસેલે ૬ વિકેટ પોતાના નામે કરી છે. ટોપ-૫ માં દિલ્હી કેપિટલના બે ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આઇપીએલ ૨૦૨૧ માં સૌથી વધુ વિકેટ
પર્પલ કેપ
૧) હર્ષલ પટેલ - ૭ વિકેટ (૨ મેચ)
૨) આન્દ્રે રસેલ - ૬ વિકેટ (૨ મેચ)
૩) અવવેશ ખાન - ૫ વિકેટ (૨ મેચ)
૪) રાશિદ ખાન - ૪ વિકેટ (૨ મેચ)
૫) ક્રિસ વોક્સ - ૪ વિકેટ (૨ મેચ)