ફ્રાન્સ

જર્મન ક્લબ બાયર્ન મ્યુનિખે ડૉર્ટમન્ડને 3-2થી હરાવીને જર્મન સુપર કપનું ટાઈટલ જીતી લીધું છે. કોરેન્ટિન ટોલીસોએ 18મી અને થોમસ મૂલરે 32મી મિનિટમાં ગોલ કરીને બાયર્નને 2-0થી આગળ કરી દીધી હતી. જોકે, બ્રાન્ટ અને હોલેન્ડના ગોલે 55મી મિનિટમાં મેચને 2-2થી બરાબરી પર લાવી લીધી હતી. 82મી મિનિટમાં જોશુઆ કિમિચના ગોલે બાયર્નનો વિજય પાકો કરી દીધો. ક્લબે વિક્રમી 8મી વખત આ ટૂર્નામેન્ટ જીતી છે. સાથે જ આ વર્ષનું તેનું 5મું ટાઈટલ છે. બાયર્ન બુંદેસલિગા, યુએફા ચેમ્પિયન્સ લીગ, યુએફા સુપર કપ અને જર્મન કપ જીતી ચુકી છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન માનચેસ્ટર સિટીએ કારબાઓ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમે બર્નલેને 3-0થી હરાવી. સિટીની ટીમ ટૂર્નામેન્ટમાં 2016થી હારી નથી. આ ઉપરાંત માનચેસ્ટર યુનાઈટેડે બ્રાઈટનને 3-0થી હરાવીને અંતિમ-8માં સ્થાન મેળવ્યું છે. સિટી તરફથી રહીમ સ્ટર્લિંગે બે અને ફેરેન ટોરેસે એક ગોલ કર્યો હતો. સિટી છેલ્લા ત્રણ વર્ષથી આ ટૂર્નામેન્ટ જીતતી આવી છે. ટીમે કુલ 7 વખત ટાઈટલ જીત્યું છે. સૌથી વધુ 8 વખત લિવરપૂલની ટીમ અહીં ચેમ્પિયન બની છે.