21, ઓક્ટોબર 2020
નવી દિલ્હી
ન્યૂઝીલેન્ડની ઘરેલુ ટીમ ઓકલેન્ડનો ફાસ્ટ બોલર બેન લિસ્ટર કોરોના સબસ્ટિટ્યુટ બનનારો પ્રથમ ક્રિકેટર બન્યો છે.
પ્લેન્કેટ શીલ્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ચેમ્પિયનશિપ દરમિયાન તેના સાથી ખેલાડી માર્ક ચેપમેન બીમાર પડી ગયો. તેનો કોરોના ટેસ્ટ કરાયો અને તેના સ્થાને લિસ્ટરને ટીમમાં જગ્યા અપાઈ. જોકે, અત્યાર સુધી ચેપમેનનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો નથી. આઈસીસીએ જૂનમાં જ ક્રિકેટના નવા નિયમમાં ‘કોરોના સબસ્ટિટ્યુટ’નો વિકલ્પ ઉમેર્યો હતો.