મુંબઈ-

IPL 2021માં આજે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ખાસ કરીને આજે પાછલી સિઝનમાં જે ખાસ 5 ખેલાડીઓને સૌથી વધારે રકમ આપવામાં આવી હતી જો કે આ તમામ વિદેશી ખેલાડી હતા અને તેમને 8 કરોડ થી લઈ 15.50 કરોડ રૂપિયા સુધીની રકમ મળવા પામી હતી. ગ્લેન મેક્સવેલ જે તે સમયે પંજાબે 10 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે આજે 14.25 કરોડ પર પહોચી ગયો છે . 67 મેચમાં 1867 રન તેણે 158ની એવરેજથી બનાવી છે, જેમાં 10 હાફ સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. બોલીંગમાં પણ તેમણે સફળતા મેળવી અને 16 વિકેટ લીધી હતી. ચેન્નાઈ અને rcb વચ્ચે 2 કરોડથી શરૂ થયેલી બોલી વચ્ચે rcb આ બાજી મારી લીધી હતી