ન્યૂ દિલ્હી

રમેશ પોવારને ફરીથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નિયુક્ત કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર પોવાર આ પહેલા પણ ટીમની સાથે આ ભૂમિકા નિભાવી ચુક્યા છીએ. પરંતુ ૨૦૧૮ ટી૨૦ વિશ્વકપ બાદ તેમને હટાવી દેવામાં આવ્યા હતા. પૂર્વ ભારતીય ખેલાડી મદન લાલની આગેવાનીવાળી સીએસીએ આ પદ માટે હાલના કોચ ડબ્લ્યૂ વી રમન સિવાય આઠ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ બાદ પોવારના નામની ભલામણ કરી હતી. બીસીસીઆઈએ આ નામને મંજૂરી આપી દીધી છે. 

આ પદ માટે પોવાર અને સમન સિવાય ભારતના પૂર્વ વિકેટકીપર અજય રાત્રા અને પૂર્વ મુખ્ય પસંદગીકાર હેમલતા કાલા સહિત પાંચ મહિલા ઉમેદવાર દોડમાં હતા. ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર વર્લ્ડ ટી૨૦ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જ્યાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડી મિતાલી રાજને ડ્રોપ કરી દેવામાં આવી હતી. મુકાબલામાં ભારતનો આઠ વિકેટે કારમો પરાજય થયો હતો. બે મેન ઓફ ધ મેચની સાથે સતત ત્રીજી અડધી સદી ફટકારી ચુકેલી મિતાલીને ટીમથી બહાર કરવાની વાત કોઈના મગજમાં બેસી નહીં. મિતાલી અને રમેશ દ્વારા એક બીજા પર લગાવવામાં આવેલા આરોપોને કારણે પોવારને કોચ પદ પર એક્ટેન્શન ન આપવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.