વિમ્બલ્ડન 

સેરેના વિલિયમ્સ અને સોફિયા કેનિનના પીછેહઠ પછી કોકો ગૌફ અને જેનિફર બ્રેડી ટોક્યો ઓલિમ્પિક રમતોમાં અમેરિકા ટેનિસ ટીમનું નેતૃત્વ કરશે. ટોક્યો ઓલિમ્પિકની ટીમમાં ટીમમાં સામેલ કરવામાં આવેલા ખેલાડીઓમાં મહિલા સિંગલ્સમાં ૧૭ વર્ષીય કોકો ગૌફ, ઓસ્ટ્રેલિયન ઓપન રનર્સ-અપ બ્રાડી, જેસિકા પેગ્યુલા અને એલિસન રિસ્ક જ્યારે પુરુષ સિંગલ્સ ટોમી પોલ, ફ્રાન્સિસ ટાઇફોઉ, ટેનિસ સેન્ડગ્રેન અને માર્કોસ ગિરન સામેલ છે.

વિલિયમ્સ બહેનો સેરેના અને વિનસ આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લેશે નહીં. આ ખેલ મહાકુંભમાં બંનેના નામે નવ મેડલ નોંધાયેલા છે. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન કેનિને પણ ઓલિમ્પિકમાં નહીં રમવાનો ર્નિણય લીધો છે.

એટીપી રેન્કિંગમાં યુએસના ટોચના ચાર ખેલાડીઓ રિલી ઓપેલ્કા, જોન ઇસ્નર, ટેલર ફ્રિટ્‌ઝ અને સેબેસ્ટિયન કોર્ડાએ પણ ઓલિમ્પિક્સમાં ભાગ ન લેવાનો ર્નિણય લીધો છે. અમેરિકન ખેલાડીઓમાં છઠ્ઠા ક્રમાંકિત સેમ ક્વેરીએ પણ આ રમતોમાં ભાગ ન લેવાનું નક્કી કર્યું છે.