લૌઝાન

ગુરુવારે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (એફઆઇએચ) એક્ઝિક્યુટિવ બોર્ડની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ સર્વોચ્ચ સંસ્થાની એથ્લેટ સમિતિના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અગાઉ ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂકેલા શ્રીજેશ કાર્યકારી બોર્ડની બેઠકમાં નિમવામાં આવેલા ચાર નવા સભ્યોમાં શામેલ છે. બે દિવસ પછી ૪૭ મી એફઆઈએચ કોંગ્રેસ પણ ઓનલાઇન યોજાશે.

એફઆઇએચએ પ્રકાશનમાં જણાવ્યું છે કે એક્ઝિક્યુટિવ બોર્ડ એથ્લેટ્‌સ સમિતિમાં ચાર નવા સભ્યોની નિમણૂકની પુષ્ટિ કરે છે." શ્રીજેશ પરાતુ (ભારત), માર્લેના રાયબાચા (પોલેન્ડ), મોહમ્મદ મિયા (દક્ષિણ આફ્રિકા) અને મેટ સ્વાન (ઓસ્ટ્રેલિયા) હવે સમિતિમાં જોડાશે. " તેત્રીસ વર્ષનો શ્રીજેશ ભારતીય ટીમનો સિનિયર ખેલાડી છે અને તે લાંબા સમયથી રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.