દુબઇ 

ટ્રેલબ્લેઝર્સે વિજય સાથે મહિલા ટી20 ચેલેન્જની શરૂઆત કરી છે. ટીમે પોતાની પ્રથમ મેચમાં વેલોસિટીને 73 બોલ બાકી હતા ત્યારે 9 વિકેટે હરાવી દીધી. આટલા બોલમાં ટૂર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો વિજય છે. મેચ માત્ર એક કલાક 50 મિનિટમાં જ પૂરી થઈ ગઈ હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેલોસિટીની ટીમ 15.1 ઓવરમાં 47 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. જે આ ટૂર્નામેન્ટનો સૌથી નાનો સ્કોર છે. શેફાલી વર્માએ સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. દુનિયાની નંબર એક ટી20 બોલર સોફી એક્લેસ્ટોને 9 રન આપીને 4 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ મેચ બની હતી. ટ્રેલબ્લેઝર્સે 8મી ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ડિએન્ટ્રા ડોટન 29 અને રિચા ઘોષ 13 રને નોટઆઉટ રહી. વેલોસિટીએ પોતાની પ્રથમ મેચમાં સુપરનોવાઝને હરાવી હતી. આ પરાજય પછી તેનો રનરેટ -1.869 થયો છે.