ન્યુ દિલ્હી

ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે પોતાનો લુક બદલ્યો છે. યુવીએ હાલમાં રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. મેન ઓફ ધ સિરીઝ માટે પણ તેની પસંદગી થઈ હતી. યુવરાજ સિંહે સિરીઝ દરમ્યાન લાંબા અને ઘૂંઘરાળા વાળમાં જોવા મળ્યો હતો. તેણે પ્રખ્યાત હેયર સ્ટાઈલિસ્ટ આલિમ હકીમ પાસે પોતાના હેયર કટ કરાવ્યા હતા. જેનાથી હવે યુવરાજનો પૂરો લુક જ બદલાઈ ગયો છે.

યુવરાજ સિંહે પોતાના નવા લૂકનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વહેતો કરતા, ફેન્સ પણ તેના નવા લૂકને પંસદ કરવા લાગ્યા છે. યુવીએ તેના ઈન્સ્ટાગ્રામ પર નવા લૂક અને હેયર કટનો ફોટો શેર કર્યો હતો. સાથે જ યુવીએ પૂછ્યુ હતુ કે, તેમનો નવો લૂક કેવો લાગી રહ્યો છે? જેના પર બોલીવુડ એકટ્રેસ કિમ શર્માએ પણ કોમેન્ટ કરી હતી. જેને લઈને ફેન્સે પણ તેને ટ્રોલ કરી દીધી હતી.