નવી દિલ્હી,

રમત પ્રધાન કિરેન રિજિજુએ સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે ઘેલો ખેલો ઇન્ડિયા ૨૦૨૫-૨૬ સુધી વધારવાની મંજૂરી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મંત્રાલયે ખેલો ઇન્ડિયા યોજના ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં વધારવાનો ર્નિણય કર્યો છે. નાણાં મંત્રાલયે આ સંદર્ભે નાણાં ખર્ચ સમિતિ (ઇએફસી) દ્વારા તૈયાર કરાયેલ એક મેમોરેન્ડમ મોકલ્યું છે.તેમાં કહેવામાં આવ્યું છે કે નવી ખેલો ઇન્ડિયા યોજનાનો ખર્ચ અંદાજે ૮૭૫૦ કરોડ રૂપિયા છે અને તેનો ઉલ્લેખ ઇએફસી મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો છે. આ વર્ષના બજેટ ફાળવણીમાં ખેલો ઇન્ડિયા યોજનાને ૬૫૭. ૭૧ કરોડ આપવામાં આવ્યા છે. રમત ગમત અને યુવા બાબતોના રાજ્યમંત્રી રિજિજુએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.પ્રથમ ખેલો ઈન્ડિયા ગેમ્સ ૨૦૧૮ માં યોજાઇ હતી.