મેલબર્ન 

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં 8 વિકેટથી હરાવ્યું છે. તેમાં ઈન્ડિયાના કેપ્ટન અજિંક્ય રહાણેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. તેની સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA)એ રહાણેને મુલાગ મેડલથી સમ્માનિત કર્યો. CAએ ટેસ્ટ પહેલા જ પ્લેયર ઓફ ધ મેચને મુલાગ મેડલ આપવાની જાહેરાત કરી હતી.

રહાણેએ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 223 બોલમાં 112 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમણે 12 ચોકા લગાવ્ય હતા. તે પછી બીજી ઈનિંગમાં રહાણેએ 40 બોલમાં 27 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી. મેચમાં ઓસ્ટ્રેલિયાએ 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની પ્રથ મેચ અડિલેડમાં ડે-નાઈટ રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચની બીજી ઈનિંગમાં ભારતીય ટીમે ટેસ્ટ ઈતિહાસના સૌથી ઓછા 36 રનનો સ્કોર બનાવ્યો હતો.

મેડલનું નામ 152 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રહેલા જોની મુલાગના નામ પરથી રાખવામાં આવ્યું. મુલાગ 1868માં પ્રથમવાર વિદેશ પ્રવાસે જનારી ઓસ્ટ્રેલિયાઈ ટીમના કેપ્ટન હતા. ટીમનો તે ઈંગલેન્ડ પ્રવાસ હતો. મુલાગે 45 ટેસ્ટની 71 ઈનિંગમાં 1698 રન બનાવ્યા. તેમણે 1877 ઓવર બોલિંગ પણ કરી. આ દરમિયાન 831 મેડન ઓવર નાખી. તેમણે 257 વિકેટ લીધી. મુલાગે 1866માં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક બોક્સિંગ-ડે ટેસ્ટ પણ રમી હતી .

દર વર્ષ 26થી 30 ડિસેમ્બર સુધી થનારી મેચને બોક્સિંગ ડે ટેસ્ટ કહેવામાં આવે છે. બોક્સિંગ-ડે વાસ્તવમાં ક્રિસમસ બોક્સ પરથી બનેલો શબ્દ છે. ક્રિસમસના આગળના દિવસે મોટાભાગના દેશમાં રજાઓ હોય છે. આ દિવસે ક્રિસમસ બોક્સ ગિફ્ટ કરવાનો પણ રિવાજ છે.