દેશની દોડવીર દુતી ચંદે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જાણો શું છે કારણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2021  |   7524

ભુવનેશ્વર-

દેશની દોડવીર દુતી ચંદે મહિલા પોલીસ સ્ટેશનમાં એક વેબ ચેનલના પ્રધાન સંપાદક સમેત 2 લોકો વિરદ્ધ અશ્લિલ સામગ્રી પ્રકાશિત કરવા અને તેણે બદનામ કરવાની કોશિશ માટે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ પોતાની ફરિયાદમાં દુતિ ચંદએ આક્ષેપ લગાવ્યો હતો કે, ફોક્સ પ્લસ ઓડિસા ચેનલના પ્રધાન સંપાદક સુધાંસુ શેખર રાઉત અને અન્ય પ્રદિત પ્રધાને અશ્લિલ સમાગ્રી પ્રકાશિત કરી છે. ભુવનેશ્વર મહિલા પોલીસ સ્ટેશને કલમ 292 (2) , 354(A), 385, 506, 509,120(B) તથા IPCની કલમ 6 મહિલાઓનું અશ્લિલ પ્રતિનિધિત્વ અધિનીયમ , 1986 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution