ચેન્નાઇ

ભારતના ટોચના ક્રમાંકિત મહેશ મંગાવકરે ગુરુવારે અહીંના ચાર મેચમાં દેશના અભય સિંઘને પરાજિત કરીને ભારતીય સ્ક્વોશ એકેડેમીમાં બીજા એચસીએલ એસઆરએફઆઈ ભારતીય ટૂર-ચેન્નાઇ સ્ટેજ વન-પુરૂષની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વિશ્વના ૪૭ મા ક્રમાંકિત મંગાવકરે ૬૬ મિનિટની મેચમાં ૧૨-૧૦ ૮–૧૧, ૧૧–૪, ૧૧-૯ થી જીત મેળવી હતી. શુક્રવારે ફાઇનલમાં અમેરિકાના ટોડ હેરિતી સામે મંગાવંકરનો મુકાબલો થશે. જેણે ત્રીજા ક્રમાંકિત ઇજિપ્તના કરિમ અલ હમ્મામીને ૫૩ મિનિટમાં ૧૧-૮, ૧૧-૯, ૮-૧૧, ૧૧-૧ થી હરાવ્યો હતો.

જોકે મહિલા વર્ગમાં ભારતની ત્રીજી ક્રમાંકિત તન્વી ખન્નાનો ઇજિપ્તની હના મોતાઝ સામે ૩૧ મિનિટમાં ૬-૧૧, ૪-૧૧, ૧૧-૯, ૫-૧૧થી પરાજય થયો. ફાઇનલમાં તેનો મુકાબલો સાથીદાર મલક કમલ સાથે થશે જેણે ઇજિપ્તની સાતમી ક્રમાંકિત રાણા ઇસ્માઇલને ૧૧-૧૩, ૧૧-૬, ૧૧-૨, ૧૨-૧૦ થી હરાવી હતી.