નવી દિલ્હી 

ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્રણ વનડેની સીરિઝમાં પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ ટીમ વ્હાઇટવોશથી બચવા માગશે. જ્યાં એક બાજુ લિમિટેડ ઓવર્સની ટીમ મેદાન પર ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે, ત્યાં બીજી બાજુ, ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને રવિચંદ્રન અશ્વિન રિલેક્સ મૂડમાં જણાય છે.

ભારત ગઈ વખતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમવાર ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારે કોહલીની કપ્તાનીમાં ટીમને સફળતા મળી હતી, પરંતુ આ વખતે વિરાટ પેટરનિટી લિવ પર જવાનો હોવાથી નંબર-3 પુજારા, વાઇસ કેપ્ટન રહાણે અને ઓફ-સ્પિનર અશ્વિન પર સારું પ્રદર્શન કરવાની જવાબદારી રહેશે. ટેસ્ટ સીરિઝ પહેલાં સોમવારે ત્રણેયે ઓસ્ટ્રેલિયામાં ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

અશ્વિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, "ફાધર્સ ડે આઉટ." આ ફોટોમાં પુજારા, રહાણે અને અશ્વિન રિલેક્સ મૂડમાં દેખાય રહ્યા છે.


ભારત પોતાના ઇતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ જીત્યું, ત્યારે ચેતેશ્વર પુજારાએ સૌથી અગત્યની ભૂમિકા ભજવી હતી. તેણે ચાર ટેસ્ટની 7 ઇનિંગ્સમાં 74.42ની એવરેજથી અને 3 સદીની મદદથી 521 રન કર્યા હતા. તેવામાં આ વખતે કોહલીની ગેરહાજરીમાં પુજારા પાસેથી ફરી એકવાર આવા જ દેખાવની અપેક્ષા રહેશે.