પેરિસ

સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે પુષ્ટિ આપી છે કે તે આ વર્ષે ફ્રેન્ચ ઓપન અને જિનીવા ઓપનમાં ભાગ લેશે. ૩૯ વર્ષીય ફેડરરે આ અંગેની જાણકારી ટિ્‌વટર પર આપી છે. તેણે લખ્યું હું તમને જીનીવા અને પેરિસમાં રમીશ તે જણાવવામાં ખુશ છું. ત્યાં સુધી હું આ સમયનો ઉપયોગ તાલીમ માટે કરીશ. હું ફરીથી સ્વિટ્‌ઝરલેન્ડમાં રમવા માટે રાહ જોઈ શકતો નથી."

૨૦ વખતનો ગ્રાન્ડ સ્લેમ વિજેતા આ વર્ષે ઓગસ્ટમાં ૪૦ વર્ષનો થશે. તેણે ગયા વર્ષે જ ઘૂંટણની સર્જરી કરાવી હતી અને આ કારણે તે જાન્યુઆરી પછી ઓસ્ટ્રેલિયન ઓપનથી રમ્યો ન હતો. ત્યારબાદ તે ગયા મહિને દોહામાં કતાર ઓપનમાં રમ્યો હતો જ્યાં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. ફ્રેન્ચ ઓપન આ વર્ષે ૩૦ મેથી શરૂ થશે. તેના મૂળ સમયપત્રકથી એક અઠવાડિયા મોડી શરૂ થશે. આયોજકો ઇચ્છે છે કે દર્શકો પણ આ ટૂર્નામેન્ટમાં આવે. ફેડરરે છેલ્લે ૨૦૧૯ માં ફ્રેન્ચ ઓપનમાં ભાગ લીધો હતો જ્યાં તે સેમિ-ફાઇનલમાં હારીને સ્પેનના રાફેલ નડાલ સામે હારી ગયો હતો.