બર્મિંગહામ

ભારતના ટોચના બેડમિંટન ખેલાડીઓ કિદામ્બી શ્રીકાંત અને પરુપલ્લી કશ્યપ બુધવારે અહીંની પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેંડ ચેમ્પિયનશીપના પુરુષ સિંગલ્સમાં પહેલા મુકાબલામાં હારીને બહાર થયા હતા. જો કે ભારતીય અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડીની જોડી મહિલા ડબલ્સ મેચમાં થાઇલેન્ડની બેન્યાપા આમ્સાર્ડ અને નુનાતકર એમ્સાર્ડને સીધી રમતમાં હરાવવામાં સફળ રહી. ભારતીય જોડીએ ૩૦ મિનિટની મેચમાં ૨૧–૧૪, ૨૧–૧૨ થી જીત મેળવી હતી. આઠમાં ક્રમાંકિત શ્રીકાંતને ટૂર્નામેન્ટના શરૂઆતના દિવસે આયર્લેન્ડના અનસીડ નગુયેન નાહત સામે ૧૧-૨૧, ૨૧-૧૫, ૧૨-૨૧ થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ એક કલાક ચાલી હતી જેમાં આયરલેન્ડના ખેલાડીએ બીજી રમત હાર્યા બાદ શાનદાર વાપસી કરી હતી. કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણચંદ્રક વિજેતા કશ્યપને ૪૨ મિનિટની મેચમાં જાપાનના ટોચના ક્રમાંકિત કેન્ટો મોમોટાએ ૧૩-૨૧, ૨-૨૨ થી પરાજિત કર્યો હતો.