મુંબઇ 

ખભાની ઇજાને કારણે ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની છેલ્લી બે મેચ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર રહેલા ભારતીય બેટ્‌સમેન શ્રેયસ અય્યર ૮ મી એપ્રિલે સર્જરી થશે. પૂણેમાં ૨૩ માર્ચના રોજ રમાયેલી પ્રથમ વનડેમાં ડ્રાઇવીંગ દ્વારા જોની બેઅર્સોના શોટને રોકવાના પ્રયાસમાં ૨૬ વર્ષિયને ઇજા થઈ હતી. ઈજાગ્રસ્ત થયા પછી તે ખૂબ પીડામાં જણાતો હતો અને તેને મેદાનની બહાર જવું પડ્યું હતું.

આ બાબતે જાણકાર સૂત્રએ જણાવ્યું હતું કે શ્રેયસ ઐય્યરના ઘાયલ ખભા પર ૮ મી એપ્રિલે ઓપરેશન કરવામાં આવશે. ઐયર લગભગ ચાર મહિના સુધી રમતથી દૂર રહેશે. તેણે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ લેન્કશાયર માટે એક દિવસીય ટૂર્નામેન્ટ પર એગ્રીમેન્ટ કર્યો હતો. ઈજાને કારણે ૨૩ જુલાઈથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારીની સંભાવના ઓછી છે.

ઐય્યરે ગયા અઠવાડિયે ટ્‌વીટ કર્યું હતું "તે કહે છે કે જેટલી મોટી નિરાશા તેટલોજ મજબૂત કમબેક થશે." હું જલ્દી થી પાછો આવીશ. " ઐય્યરની દિલ્હી કેપિટલ્સની ટીમ આઈપીએલની છેલ્લી સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. રિષભ પંતને આગામી ૯ મી એપ્રિલથી શરૂ થનારી સીઝન માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.