નવી દિલ્હી 

સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં જોડાયેલી ત્રણ ટીમો કોરોના વાયરસ સંકટનો સામનો કરી રહી છે. ચેન્નાઇ ની હોટલમાં જ્યાં ત્રણ ટીમોનુ રોકાણ છે, ત્યાં લગભગ 20 કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે. આ તમામ પોઝિટીવ કેસ રોકાણ કરેલ હોટલના સ્ટાફના છે. જો કે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ કહ્યું કે તમામ ક્રિકેટરો સલામત છે અને ડરવાની કોઈ જરુર નથી. પ્લેટ ગ્રુપમાં ભાગ લેનારી ત્રણ ટીમો મેઘાલય, મણિપુર અને મિઝોરમને આ જ હોટલમાં રાખવામાં આવી છે. TNCA ના અધિકારીએ PTI ને કહ્યું કે ડરવા ની વાત નથી. લીલા પેલેસમાં રોકાયેલા ખેલાડીઓ અને ટુર્નામેન્ટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુરક્ષિત છે. તેમને જૈવિક સલામત વાતાવરણમાં રાખવામાં આવ્યા છે.

ટીમના એક અધિકારીએ કહ્યું કે હોટલ સ્ટાફના સભ્યો જૈવિક સલામત વાતાવરણની બહાર ના છે અને તે ખેલાડીઓ સાથે સંપર્કમાં નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, તે સાચું છે કે કર્મચારીઓ ને કોરોના વાયરસ પોઝિટીવ હોવાનું જણાયું હતું, પરંતુ તેઓ જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણની બહાર હતા. ખેલાડીઓ સલામત છે. હોટેલમાં રોકાયેલા એક ખેલાડીએ કહ્યું કે તેઓ તેમની હોટલના રૂમની અંદર છે. ખેલાડીએ કહ્યું કે બધુ અત્યાર સુધી ઠીક છે. અમારુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે અને અમે અમારા રૂમમાં છીએ.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ના પ્લેટ ગ્રુપની મેચ ની શરુઆત સાથે આાગામી 11 જાન્યુઆરીથી, ચેન્નાઈના વિવિધ સ્થળોએ મેચ રમાશે. લીલા પેલેસ ચેન્નઈની બીજી મોટી હોટલ છે જ્યાં સ્ટાફને કોરોના પોઝિટિવ મળ્યા છે. અગાઉ, 80 લોકોને આઇટીસી ગ્રાન્ડ ચોલામાં કોરોના ચેપ લાગ્યો હતો. તે જ સમય થી BCCI એ ખેલાડીઓ માટે અલગ રસોડામાં ખાવાનું બનાવવાનું નક્કી કર્યું હતુ. આ રસોડું બાયો બબલની અંદર રહેશે. સ્ટાફમાં કોરોનાના સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ, હોટેલમાં રોકાયેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં એક સમયે ગભરાટ ફેલાયો હતો. 

હોટલના એક સુત્રએ સ્પોર્ટસ સ્ટારને જણાવ્યું હતું કે ખેલાડીઓની સલામતી માટે કોઈ ખતરો નથી. હોટેલમાં 300 લોકો હતા, જેમાંથી ફક્ત 20 જ પોઝિટીવ છે અને તેમને કોઈ લક્ષણો નહોતા. આ લોકો ખેલાડીઓના સંપર્કમાં પણ નહોતા. તે દરેકને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં હવે કામ પણ કરતા નથી.