નવી દિલ્હી

૨૩ વર્ષીય દોડવીર અંજલિ દેવીએ જણાવ્યું હતું કે પટિયાલામાં તાલીમ સત્ર દરમિયાન તેમને ઈજા થઈ હતી. ફેડ કપ સોમવારથી પટિયાલામાં યોજાનાર છે. અંજલિએ એક ન્યૂઝ એજન્સીને કહ્યું ડક્ટરે મને ચારથી છ અઠવાડિયા સુધી ટ્રેનિંગમાંથી વિરામ લેવાનું કહ્યું છે. હું પુનર્વસનમાં છુ, તેથી હું સત્ર પહેલા મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકીશ નહીં."

અંજલિએ ૨૦૧૯ માં દોહામાં યોજાયેલી વર્લ્‌ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો પરંતુ ૪૦૦ મીટર કેટેગરીની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકી ન હતી. ભારતીય મિશ્રિત ચાર ગુના ૪૦૦ રિલે ટીમે આ વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી છે. પરંતુ હજી સુધી કોઈ પણ પુરુષ પુરુષ કે મહિલા રમતવીર ઓલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કરી શકી નથી. ફેબ્રુઆરીમાં યોજાયેલા ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસના બીજા તબક્કામાં અંજલિએ ૨૦૦ મીટરની હરીફાઈ કરી હતી અને તેનો વિજેતા સમય ૨૩.૫૭ સેકન્ડનો હતો.

અંજલિએ કહ્યું રેસ પછી મને થોડો દુખાવો થયો. મને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને હું ડોક્ટર પાસે સારવાર માટે ગઈ હતી. ડૉક્ટર દ્વારા મને આરામ કરવાની સલાહ આપવામાં આવી."