નવી દિલ્હી 

મહિલા ટી20 ચેલેન્જની શરૂઆત બુધવારથી થઈ રહી છે. પ્રથમ મેચ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપવાળી સુપરનોવાઝ અને મિતાલી રાજની કેપ્ટનશિપવાળી વેલોસિટી વચ્ચે રમાશે. ત્રીજી ટીમ સ્મૃતિ મંધાનાની ટ્રેલબ્લેઝર્સ છે. ટી20 ચેલેન્જની શરૂઆત 2018માં થઈ હતી. પ્રથમ સિઝનમાં એક જ મેચ રમાઈ હતી, જેમાં સુપરનોવાઝે ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે હરાવી હતી. 2019માં ત્રણ ટીમ વચ્ચે 4 મેચ રમાઈ હતી.

આ સિઝનમાં 3 ટીમ વચ્ચે 4 મેચ રમાશે. રાઉન્ડ રોબિનમાં બધી ટીમો 2-2 મેચ રમશે. 9 નવેમ્બરના રોજ ફાઈનલ મેચ રમાશે. બધી જ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. આ મેદાન પર મંગળવારે આઈપીએલની અંતિમ મેચ રમાશે.

તારીખ મેચ સમય

4 નવેમ્બર, સુપરનોવાઝ વેલોસિટી, સાંજે 7.30

5 નવેમ્બર, વેલોસિટી ટ્રેલબ્લેઝર્સ, બપોરે 3.30

7 નવેમ્બર, ટ્રેલબ્લેઝર્સ સુપરનોવાઝ, સાંજે 7.30

9 નવેમ્બર, ફાઈનલ, સાંજે 7.30